રસોઈની આ 6માંથી 1 વસ્તુથી સાફ કરો મેકઅપ, સ્કીન રહેશે સોફ્ટ અને ગ્લોઈંગ

0
3
/

નારિયેળના તેલને સ્કીનનું બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ માનવામાં આવે છે. મેકઅપ રિમૂવ કરવા માટે કોકોનટ ઓઈલનો ઉપયોગ બેસ્ટ રહે છે. તેને માટે કોટનમાં નારિયેળ તેલ લઈને ફેસ પર રબ કરો અને પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. મેકઅપ સરળતાથી નીકળી જશે.

અલોવેરા જેલની લો મદદ

અનેક ગુણોથી ભરપૂર અલોવેરા જેલ સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. એવામાં મેકઅપ હટાવવા માટે તમે અલોવેરા જેલ પણ યૂઝ કરી શકો છો. ચહેરા પર જેલ લગાવવાથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.

કાચા દૂધથી સાફ કરો

કાચા દૂધનો ઉપયોગ કરીને મેકઅપ હટાવવાનો બેસ્ટ નુસખો સાબિત થઈ શકે છે. એવામાં મેકઅપ રિમૂવ કરવા માટે વાટકીમાં થોડું દૂધ લો. તેમાં રૂ પલાળો અને ચહેરાને સાફ કરી લો. તેનાથી મેકઅપ સારી રીતે ક્લીન થશે અને ચહેરાને મોઈશ્ચરાઈઝ પણ કરી શકાશે.

કાકડીની લો મદદ

કાકડીની મદદથી તમે સ્કીનને હાઈડ્રેટ રાખી શકો છો. મેકઅપ રિમૂવ કરવા માટે તમે કાકડીના રસનો ઉપયોગ કરી શકો છો. કાકડીને ઘસીને રસ કાઢો અને તેમાં કોટન પલાળીને ચહેરાને ક્લીન કરો. આ પછી ફેસને સાફ પાણીથી ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. તમારો ચહેરો ગ્લો કરશે.

મધથી હટાવો મેકઅપ

પોષક તત્વોથી ભરપૂર મધ સ્કીનના મોઈશ્ચરને મેન્ટેન કરવામાં મદદ કરે છે. મધનો ઉપયોગ કરીને તમે મેકઅપ રિમૂવ કરી શકો છો. મધમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે ત્વચા સંબંધિત મુશ્કેલીઓને છૂટકારો આપી શકે છે.

આલ્મંડ ઓઈલ કરો ટ્રાય

બદામનું તેલ વિટામિન ઈનો સારો સોર્સ છે. તેને લગાવવાથી સ્કીન પર ચમક આવે છે. મેકઅપ હટાવવા માટે બદામનું તેલ બેસ્ટ રહે છે. તેને માટે કોટન પર 2-4 ટીપાં લો અને ચહેરાને સાફ કરો. સાફ પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરો મુલાયમ બનશે અને નિખાર આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/