હળવદમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 20 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ
મોરબી : આજે સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાર્વત્રિક વરસાદ હોય છે પરંતુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા વરસાદની પેટર્ન મુજબ શહેરમાં જ અન્યાય કર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે જુના મોરબી એટલે કે મોરબી-1માં 27મીમી તો સામાકાંઠા વિસ્તારમાં મોરબી-2માં માત્ર 4 મીમી વરસાદ વરસાવ્યો હતો.
મોરબીમાં આજે સવારથી ભારે બફારા ઉકળાટની સ્થિતિ બાદ સાડા દસેક વાગ્યા બાદ ધીમીધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. જો કે આજે મેઘરાજાએ મોરબીને અન્યાય કર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે જુના મોરબીમાં 27મીમી હેત વરસાવ્યું હતું તો સામાકાંઠા વિસ્તાર એટલે કે મોરબીમાં માત્ર ઝાપટા રૂપે 4 મીમી વરસાદ વરસાવ્યો હતો.
મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૃમના આંકડા મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 4 મીમી, વાંકનેરમાં 2 મીમી અને હળવદમાં 20 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે મોરબી પાલિકા કચેરીના વરસાદ માપક યંત્રના સત્તાવાર આંકડા મુજબ શહેરમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 27 મીમી એટલે કે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide