આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે

0
32
/

હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું પડતું હોય છે. પણ ગરીબ દર્દીઓને ત્યાં સુધી જવું પરવડતું નથી. આથી મોરબીના તમામ જ્ઞાતિના કેન્સરના દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે શ્રેષ્ઠ આર્યુવેદીક ચિકિત્સા મળી રહે તે માટે મોરબીમાં આગામી 1લી ઓગસ્ટથી કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર શરૂ કરવામાં આવશે તેથી હવે દર્દીઓને કેન્સરના ઈલાજ માટે હિમાલય જવાની જરૂર નહીં રહે અને મોરબીમાં વિનામૂલ્યે તમામ જ્ઞાતિના દર્દીઓને આર્યુવેદીક ચિકિત્સાનો લાભ અપાશે.

મોરબીમાં શરૂ થનાર કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર અંગે સંચાલક નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં ઘણા બધા કેન્સરના દર્દીઓ છે. જે લોકોને આર્યુવેદીક ઈલાજ માટે છેક હિમાચલ પ્રદેશ સુધી જવું પડતું હોય છે. ત્યાંનો ખર્ચ અને રોકાણ ઘણા સામાન્ય દર્દીઓને પોસાય તેમ હોતું નથી. કેન્સર માટે આર્યુવેદીક ઈલાજ શેષ્ઠ હોય છે. તેમના પરિચિતોને પણ કેન્સર થયું હતું. ત્યારે તેમના આર્યુવેદીક ઈલાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. આથી ગરીબ દર્દીઓ સારવાર અભાવે મોતને ન ભેટે તે માટે મોરબીમાં જ આ આર્યુવેદીક ચિકિત્સા શરૂ કરવાનો વિચાર આવ્યો અને સારા કામમાં અનેક દાતાઓની મદદ મળી છે. આથી આગામી 1લી ઓગસ્ટથી મોરબીના આમરણ નજીક આવેલ મોરાણા ગામ પાસે આદેશ બાપુના આશ્રમ ખાતે કેન્સર આર્યુવૈદિક હેલ્થકેર શરૂ થશે. તેમાં તમામ આર્યુવેદીક દવા સહિતની ઈલાજ માટે તમામ સાધનો અને ડોકટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. કેન્સર આર્યુવેદીક ઉપચાર માટે આર્યુવેદના શ્રેષ્ઠ ડોકટરો સેવા આપશે. આ કેન્સર આર્યુવૈદિક હેલ્થકેરમાં તમામ જ્ઞાતિના સામાન્ય વર્ગના ગરીબ દર્દીઓ વિનામૂલ્યે આર્યુવેદીક ઉપચાર અને દવાઓ આપવામાં આવશે તેમજ સંપૂર્ણપણે આર્યુવેદીક ચિકિત્સા ફ્રીમાં આપવામાં આવશે. દૂર દૂરથી આવતા દર્દીઓના રોકાણ તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા રસોડું શરૂ કરવામાં આવશે અને તેમના દ્વારા દર્દીઓને વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેથી મોરબી જિલ્લા સહિતના આસપાસના દર્દીઓને આ આર્યુવેદીક ચિકિત્સાનો વિનામૂલ્યે લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/