હળવદમાં લીંબુના ભાવ ગગડતા લીંબુડી ઉપર જેસીબી ફેરવી દેતા ખેડૂત !!

0
61
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  હળવદ : હાલ ટામેટાની બોલબાલા વચ્ચે બજારમાં લીંબુની ખટાશ ઘટી હોય એમ લીંબુના ભાવ ગગડીને તળિયે પહોંચી જતા હળવદના સુંદરીભવાની ગામે ખેડૂતે લીંબુડી ઉપર જેસીબી ફેરી દીધું હતું. લીંબુના ભાવ માથે પડતા ખેડૂતે પોતાના બગીચામાં વાવેલા 230 લીંબુના છોડ ઉખાડી ફેંક્યા હતા.

હળવદ સુંદરીભવાની ગામે રહેતા લાલજીભાઈ દાજીભાઈ સોલંકીએ પોતાની છ વિધા જમીનમાં લીંબુની ખેતી કરીને બગીચો બનાવ્યો હતો. જેમાં તેમણે છ વિઘા જમીનમાં 230 છોડ લીંબુના વાવ્યા હતા અને લીંબુના છોડ પણ મોટા થઈ ગયા હતા. પણ હાલ બજારમાં લીંબુના ભાવ માથે પડે એવા થઈ ગયા હતા. જો કે ઉનાળામાં લીંબુની માંગ જબરી રહેતી હોય છે અને લીંબુના ભાવ પણ મો માંગ્યા મળતા હોય છે. હાલ ચોમાસાની સીઝન હોય એકદમ ઠંડક ભર્યું વાતાવરણ રહેતા લીંબુની માંગ એવી ઘટી કે એના ભાવ ગગડીને તળિયે પહોંચી ગયા છે અને 20 કિલો લીંબુના ભાવ માત્ર 70 રૂપિયા જ મળતા ભાડાનો ખર્ચ પણ માથે પડતા લાલજીભાઈ દાજીભાઈ સોલંકીએ પોતાના છ વિધા જમીનમાં વાવેલા બગીચા ઉપર જેસીબી ફેરવી દઈને 230 લીંબુના છોડનું નિકંદન કાઢી નાખ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/