[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી પેપરમિલને પ્રદુષણ ફેલાવવા બદલ 45 લાખનો દંડ ફટકારતા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં મચ્છુ – 2 ડેમ સાઇટ નજીક જાહેરમાં 200 ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટનો કચરો ફેકનાર નેકસા પેપરમિલને રૂપિયા 45 લાખનો દંડ ફટકારી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.એ જ રીતે વિરપર નજીક આવેલ બિઝ ફૂડ કંપની દ્વારા જાહેરમાં દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવતું હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા તપાસ કરી ફરિયાદ સાચી જણાતા આ ફૂડ કંપનીને સિલ મારી ક્લોઝર નોટિસ ફટકારી છે અને આવનાર દિવસોમાં પણ પ્રદુષણ ફેલાવનારા વિરુદ્ધ આવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide