હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાતા 1 દરવાજો ખોલવામાં આવ્યો

0
36
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાની વચ્ચે હળવદનો બ્રાહ્મણી-2 ડેમ છલકાયો છે .આથી આથી આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમ હેઠવાસ ગામોને એલર્ટ કરાયા છે હળવદનો બ્રાહ્મણી-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ગયો છે. આથી આ ડેમનો એક દરવાજો 0, 15 મીટર ખોલવામાં આવ્યો છે. આ ડેમના હાલ 600 ક્યુસેક પાણી આવક સામે 656 ક્યુસેક પાણીની જાવક રહી છે. તેથી હળવદ પંથકના ડેમ હેઠવાસના 11 ગામોને એલર્ટ કરી નદીમાં અવરજવર નહિ કરવાની સુચના પણ આપવામાં આવી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/