[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય હોસ્પિટલ ગેટ પાસે જે મહારાણી નંદકુવારબાનું બોર્ડ હોસ્પિટલની દીવાલ બનતા ઢંકાઈ ગયું હતું, જેના અનુસંધાને આ બોર્ડ નવું બનાવીને હોસ્પિટલના ગેટે લગાવવા માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડ દુધરેજીયાને કરણીસેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.આ તકે કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ દિગુભા જાડેજા, દિગપાલસિંહ રાણા, શહેર મંત્રી કનકસિંહ ઝાલા, મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide