મોરબીમાં પાસ આગેવાનનો પુત્ર ઇનોવા ચોરીમાં પકડાયો

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર તેમજ 12 હજાર રોકડા અને અન્ય ચાર ગાડીઓની ચાવી ચોરવાના ચકચારી કેસમાં ઇનોવા ગાડી હળવદના ટીકર ગામેથી રેઢી મળી આવ્યા બાદ સીસીટીવીના ફૂટેજના આધારે બુરખો પહેરી કાર ચોરીના આ બનાવમાં પોલીસે મોરબી પાસ આગેવાનના પુત્રને અટકાયતમાં લેતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાંથી ઇનોવા કારની ચોરી થતા દીપકકુમાર ધનજીભાઈ દેત્રોજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ બનાવમાં કારમાં ફિટ થયેલા જીપીએસના આધારે કાર હળવદના ટીકર નજીકથી રેઢી હાલતમાં મળી આવી હતી પરંતુ કારમાં રાખેલ 12 હજાર રોકડા તેમજ અન્ય ચાર ગાડીની ચાવી પણ ચોરાતાં પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

બીજી તરફ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે હાથ ધારેલી તપાસમાં ઓળખ છુપવવા તસ્કરે બુરખો પહેરી ચોરીને અંજામ આપ્યો હતો આ કિસ્સામાં પોલીસે તપાસના અંતે રાજભાઈ નિલેશભાઈ એરવાડીયા,રહે. અવની ચોકડી પાસે વૃંદાવન પેલેસ ફ્લેટવાળાને અટકાયતમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઉલ્લેખનીય છે કે રાજના પિતા આપત્તીદાર અનામત આંદોલન સમયે અગ્રણીની ભૂમિકામાં હતા અને તેમના પુત્રનું કાર ચોરીમાં નામ બહાર આવતા ચકચાર જાગી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/