મોરબીમાં ભરઉનાળે પાણીકાપ, એકાંતરા પાણી વિતરણ

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણી કાપ ઝીકવામાં આવ્યો છે, ડેમમાંથી પાણી છોડતા સમયે મોરબીને પાણીની ખેંચ નહીં પડે તેવી તંત્રની વાતો પોકળ સાબિત થઇ હોય તેમ ચીફ ઓફિસર દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવા જાહેરાત કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ કે દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનો ને વિનંતી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છુ-૨ ડેમ ખાલી કરવામાં આવ્યો ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા મોરબીને પાણીની કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું અને ડેમ ખાલી થયાના ત્રણ જ દિવસમાં તંત્રની પોલ ખુલી ગઈ છે અને મહાનગર બનાવ તરફ પ્રયાણકર્તા મોરબીના નસીબે ફરી એકવાર પાણીકાપ સહન કરવાનો વારો આવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/