[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો 25 વર્ષીય યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાની હળવદ પોલીસ મથકે પરિવારજનો દ્વારા અરજી આપવામાં આવી હતી જો કે આ યુવાનનો મૃતદેહ આજે હળવદના બ્રાહ્મણી-બે ડેમમાંથી મળી આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ પર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કણજરીયા ઉમર વર્ષ 25 ગત તારીખ 17ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હોય જેથી ગુમ થવા અંગેની અરજી પરિવારજનો દ્વારા હળવદ પોલીસ મથકે આપવામાં આવી હતી તેવામાં આજે આ યુવાનની લાશ હળવદના બ્રાહ્મણી-બે ડેમમાં થી મળી આવી હતી.જેથી પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ યુવાનની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.મૃતક પ્રકાશના પિતા હરજીવનભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના દીકરાના મોઢા પર ઇજાઓના નિશાન છે.જેથી તેનું પી.એમ હળવદમાં નહીં પરંતુ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવે.જેને લઇ શક્તિસિંહ પરમાર,મનોજભાઈ પટેલ સહિતના પોલીસ જવાનો દ્વારા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide