આજે મોરબીમાં હિટવેવમા રાહત, વાતાવરણ સુકું રહેશે

0
3
/

મોરબી: મે મહિનામાં ભારે ગરમી પડી રહી છે. મોટા ભાગના જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી :ઘણા જિલ્લામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે તારીખ 20 મેના રોજ મોરબી જિલ્લામાં હિટવેવની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આજે વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી રહેવા પામ્યું છે.

આજે 20 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વલસાડ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, જો કે મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, બોટાદ, સાબરકાંઠા, પાટણ, વડોદરા, સુરત સહિતના 22 જિલ્લામાં ગરમીને લઇ સ્થિતિ ચિંતાજનક નથી. જ્યારે સુરેન્દ્રનગર અને આણંદમાં આજે અતિશય ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/