[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ એક તરફ આકરા ઉનાળામાં મોરબીના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે બીજી તરફ મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં ઉંધુ ચિત્ર જોવા મળ્યું છે. પટેલનગરમાં પાણીની લાઈન તૂટી જતાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં જમીનની અંદર રહેલી પાણીની લાઈન તૂટી ગઈ છે. જેના કારણે પાણી રોડ પર ફરી વળ્યું છે. રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાય ગયા છે. આ રીતે છેલ્લા 2-3 દિવસથી પાણીનો વ્યય થઈ રહ્યો છે અને મહામૂલું પાણીનો બગાડ થઈ રહ્યો છે. રસ્તા પર વહી રહેલું આ પાણી ગટરમાં ભળી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી આ લાઈનનું સમારકામ કરી પાણીનો વ્યય થતો અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide