ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’માં મોરબીના ભવાઈ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા

0
1
/

મોરબી : ગુજરાતી ફિલ્મના મેકર્સ વિષય વસ્તુની વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ આવી છે. જેમાં મોરબીના ભવાઈ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા છે.

આ ફિલ્મમાં કામ કરનાર હસમુખભાઈએ જણાવ્યું કે, આ ફિલ્મમાં કામ મેળવી ભાગ્યશાળી બનવાનો અવસર મળ્યો. મારા સ્વ.માતા સ્વ.પિતાના આશીર્વાદ તથા કુટુંબ પરિવાર તેમજ વ્યાસ સમાજ અમારા યજમાનો અને ગ્રામ્ય જનતાના તમામ સમાજનો ખુબ ખુબ હ્દયથી આભાર માનું છું.

સૌરાષ્ટ્રની માટી સાથે જોડાયેલ વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ એટલે કે ‘રામ ભરોસે’ 19 જૂલાઈથી સિનેમાઘરોમાં રજૂ થઈ ગઈ છે. વ્યક્તિના જીવનમાં ઘણી વખત કઠીન પરિસ્થિતિ આવતી હોય છે અને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં વ્યક્તિના હાથમાં કંઇજ ન હોવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે બધું ઈશ્વર પર છોડી દયે ત્યારે રામ ભરોસે જેવું થઈ જાય છે. આવું જ કંઇક ફિલ્મનું નામ રામ ભરોસેને રસપ્રદ રીતે રજૂ કરે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/