કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી

0
1
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજે 9 ઓગસ્ટે યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ હોય તે નિમિત્તે એક પેડ ભારત કે ભવિષ્ય કે નામ અભિયાન અંતર્ગત શનાળા ગામે કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે લાલજીભાઈ દેસાઈ, અમિતભાઈ ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે રાત્રે આ ન્યાય યાત્રા મોરબીના ટંકારા ખાતે પહોંચશે. ટંકારા આશ્રમ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. જ્યાં એક નુક્કડ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસતા વરસાદની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારો અને આમ જનતા આ ન્યાય યાત્રામાં જોડાયા છે. આ ન્યાયની લડાઈમાં ઘણી તપશ્યા કરવાની છે તેથી અમે કોઈપણ પરિસ્થિતિમાં આ તપશ્યા કરીશું. હું તપશ્યાનું ફળ સત્તા નથી સમજતો. અમારી આ લડાઈ દેશની એકતા, અખંડિતતા, આઝાદી, સ્વતંત્રતા, સંવિધાન બચાવવાની અને ન્યાય મળે તે માટેની છે. સત્તાની લડાઈ ભાજપને મુબારક.. દરરોજ અલગ અલગ જિલ્લાના નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાવાના છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/