[રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના સફાઈ કર્મચારીઓની સેફટી બાબતે અમુક મુદ્દાઓને ખાસ ધ્યાને લેવામાં આવે
જેમાં મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો આ તમામ કર્મચારીઓને હાથના મોજા, તેમજ પગ માટે બુટ, અને વોર્ડ નંબર એક થી 13 ના આગેવાનો સાથે મીટીંગ કરાવી અનુસૂચિત સમાજના સફાઈ કામદારો સાથે યોગ્ય વર્તન કરવું, તેમજ જરૂરી લાગે ત્યાં પોલીસ પ્રોટેક્શન પણ આપવું, તેમ જ આ સાથે મોરબી નગરપાલિકાની અંદર આવેલ બિલ્ડીંગ પર નું બોર્ડ વૃક્ષોને કારણે દેખાતું ન હોય જેના કારણે મુશ્કેલી થતી હોય તે જાહેર બોર્ડ દેખાય તે રીતે તારી પાછી કરવી તેમ જ મોરબી નગરપાલિકામાં આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુની પણ સાફ-સફાઈ કરાવી તેમજ સમયાંતરે સ્વચ્છતા જળવાઈ રહે તે મુજબની યોગ્ય કાર્યવાહી કરવા ખાસ રજૂઆત કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide