[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવાની સાથે 50 જેટલા દરોડામાં 6000 લીટર આથો અને 825 લીટર દેશી દારૂ પકડી પાડી ચાર ડઝન આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર અને જિલ્લા પોલીસે ગઈકાલે રવિવારે મોરબી શહેર, વાંકાનેર અને હળવદમા 4 અલગ અલગ દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવાની સાથે 4 ડઝન આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી રૂપિયા 12000ની કિંમતનો 6000 લીટર આથો તેમજ રૂપિયા 1.62 લાખની કિંમતનો દેશી દારૂ લીટર 825 કબ્જે કરી દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide