મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા

0
337
/

મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા વિશેક દિવસ પહેલા કારખાનામાં પોતાનુ મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા. ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર માણસો આવી ફરીયાદીને ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી ફરીયાદી પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૨,૫૦૦/- ના મુદામાલની લુંટ કરી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
એલસીબીએ તપાસ ચલાવી અસગર રમજાનભાઇ માયાભાઇ મોવર રહે.કાજરડા તા.માળીયા(મિં), સમીર સુભાનભાઇ હુશેનભાઇ મોવર રહે.માળીયા (મિં), હનીફભાઇ અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા (મિં)ને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જ્યારે અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે.માળીયાનું નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
આ ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે મો.સા. સાથે નિકળી મોરબીના અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારના એકલ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાક ધમકીઓ આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લુંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઇ મજુર તેઓનુ પ્રતિકાર કરે તો તેઓ ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ પણ આપી શકે છે.
આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ રોકાયેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/