રાજ્યના જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા મામલે બિલ્ડર એસોનો મુખ્યમંત્રીને પત્ર

0
102
/

રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે મોરબી બિલ્ડર એસો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે

 

 

 

મોરબી બિલ્ડર એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેક્ટર છે જેની સાથે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે શહેરી વિસ્તારમાં સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી મકાનની અગત્યની જરૂરિયાત પૂર્ણ કરે છે રીયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય અને દેશના ગ્રોથ એન્જીન તરીકે ગણવામાં આવે ચેહ

 

 

 

સરકાર દ્વારા થોડા સમય પૂર્વે જ જંત્રીના દરમાં ધરખમ વધારો કર્યા છતાં પ્રવર્તમાન દરમાં ૨૦૦ % થી ૨૦૦૦ % નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦-૧૧-૨૦૨૪ ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે રાજ્યમાં આશરે ૪૦ હજારથી વધુ વેલ્યુ ઝોન છે અને જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાવ્યું છે રાજ્યના મોટાભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુધ્ધા નથી ઘણા કિસ્સામાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે

 

 

 

જેથી નીચે મુજબની માંગ કરી છે

 

૧. સરકારના મૂલ્યાંકન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારની સૂચિત જંત્રી જાહેર કરી પ્રકાશિત કરી તે સામે વાંધા સૂચનો માંગવામાં આવ્યા છે પરંતુ એ જાણવામાં આવેલ નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવામાં આવ્યો છે જંત્રી નક્કી કરવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ ચુકાદામાં સૂચવવામાં આવેલ ગાઈડ લાઈનનો પણ ભંગ થતો દેખાઈ રહ્યો છે જેથી જંત્રી અમલમાં મુક્ત પહેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં દર્શાવેલ માર્ગદર્શિકાને ધ્યાને લેવી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા સૂચિત જંત્રી નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ વૈજ્ઞાનિક પદ્ધતિની ફોર્મ્યુલા અભ્યાસ માટે અમોને આપવી

 

૨. મુલ્યાંકન વિભાગ દ્વારા સૂચિત જંત્રી તૈયાર કરતી વખતે સામાન્ય પ્રજા પર પડતા આર્થીક ભારણને સંપૂર્ણ પણે નજર અંદાજ કરવામાં આવ્યું છે

 

૩. સામાન્ય પ્રજાનું હિત જળવાય અને રાજ્યનો ગ્રોથ અટકે નહિ તે હેતુથી સૂચિત જંત્રીમાં સુધારો કરવા અંગેના વાંધા સૂચન રજુ કરવા યોગ્ય પગલા લેવા સંસ્થા વતની માંગણીઓ કરવામાં આવી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/