ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ : રોડ ઉપર ચક્કાજામ

0
206
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ડ્રાઇવરો અને આરટીઓ વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે રોડ ઉપર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ થઈ ગયો હતો.

જો કે બાદમાં ટ્રાફિક પોલીસે પહોંચી મામલો થાળે પડાવ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી આરટીઓ વિભાગ દ્વારા ટીંબડીના પાટિયા પાસે ચેકીંગ દરમિયાન એક ટ્રક ચાલકને મેમો આપવામાં આવ્યો હતો. આ મેમો સામે ટ્રક ચાલક રોષે ભરાયા હતા. જોત જોતામાં મોટી સંખ્યામાં ટ્રક ચાલકો અહીં એકત્રિત થઈ ગયા હતા

અને આરટીઓની ગાડીનો ઘેરાવ કરી લીધો હતો. ટ્રક ચાલકો અને આરટીઓના કર્મચારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી.તેવામાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ટ્રાફિક પોલીસના જવાનોએ દંડા ઉગામી ટોળા વિખેર્યા હતા. અને ચક્કાજામ હટાવ્યું હતું. બીજી તરફ આ બનાવ મામલે આરટીઓ વિભાગે પોલીસમાં અરજી પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/