મોરબી પાલિકા દ્વારા વધુ 18 આસામીઓ ડિફોલ્ટર જાહેર

0
113
/

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વેરા ન ભરનારા આસામીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબતી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બીલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતાં ટેક્સની બાકી રહેતી રકમો ભરપાઈ ન કરનારા 18 જેટલા આસામીઓને મોરબી નગરપાલિકાએ ડિફોલ્ટર જાહેર કર્યા છે.

મોરબી નગરપાલિકા દ્વારા કુલ 18 જેટલા આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી મ્યુનિસિપાલિટી એક્ટ 1963ની કલમ 133 (1) અન્વયે મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે ડિફોલ્ટર લિસ્ટ જાહેર કર્યું છે. આ 18 આસામીઓમાં વોરા અસગરઅલી અબ્બાસઅલી, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્ય, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ અન્ય 2, પટેલ ગોવિંદભાઈ નરશીભાઈ, જનકબેન હસમુખરાય, જીતેન્દ્ર પાનાચંદ, તવસી પોપટ, કરમશી ખોડા, તથા અન્ય બે, પટેલ યોગેશ સુંદરજી અન્ય-1, પરમાર મનજીભાઈ મુલજીભાઈ તથા અન્ય એક, ઓમ બિલ્ડર્સના ભા. કાથરાણી અશોકભાઈ લાલજીભાઈ તથા અન્ય-1, રુડાણી છોટાલાલ પરમાનંદ, રુડાણી મનહરલાલ છોટાલાલ, મહેતા નાથાભાઈ શામજી, જય ભારત ટાઈલ્સ, મહેતા પ્રવિણચન્દ્ર હરીલાલ, મનહર ટાઈલ્સ, દિનુભાઈ દેવકરણભાઈ, મીરા ગાલીચા ટાઈલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/