[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીના ત્રાજપર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંધ્રપ્રદેશ રાજ્યના વતની મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ કેળવી રૂ.૩૮,૩૨,૨૯૯/- રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે, મહિલાએ આરોપી તરીકે મોબાઇલ ધારક તેમજ અલગ અલગ બેંક ખાતા ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ત્રાજપર ચાર રસ્તા નિલકંઠ સોસાયટીમાં રહેતા મૂળ ચીનાબજાર સ્ટ્રેટ પંધીલાપલ્લી ગામ આંધ્રપ્રદેશના વતની રાજલક્ષ્મીબેન શીવાપ્રસાદરાવ પ્રીંજલા સાથે આરોપી મોબાઇલ ધારક(૧) ૯૦૩૮૬૫૭૫૭૨ તથા (૨)Union Bank of India બેંક એકાઉન્ટ નંબર 300801010521733, (૩)Bank of India બેંક એકાઉન્ટ નંબર 490020110000787 (૪)Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60501959211, (૫)Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60504778312 ના ધારક તથા તપાસમાં ખુલે તેઓએ KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી, આરોપીઓએ રૂ.૩૮,૩૨,૨૯૯/-ની છેતરપીંડી કરી છે. જેમાં આરોપીઓએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી ફરિયાદી રાજલક્ષ્મીબેનને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી, વિશ્વાસ અને ભરોસો કેળવતા ફરિયાદી રાજલક્ષ્મીબેને તા.૧૮/૦૭/૨૦૨૪ થી તા.૩/૧૦/૨૦૨૪ દરમ્યાન અલગ અલગ તારીએ આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ,૩૮,૩૨,૨૯૯/- નું રોકાણ કરેલ હોય તેમ છતા આરોપીઓએ આજદિન સુધી KFC કંપનીની ફ્રેન્ચાઇઝી નહી આપી,રોકાણ કરેલ રૂપીયા પણ આજદીન સુધી પરત નહી આપી ફરિયાદી રાજલક્ષ્મીબેન સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide