મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા

0
61
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે.

જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે. જો કે મોરબીમાં તાપમાન માપવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સચોટ માહિતી મળતી નથી. પણ મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોચ્યું હોવાનું અનુમાન છે.ખાસ કરીને છેલ્લા થોડા દિવસોમાં ઠંડી વધી જતાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. આજે પણ વહેલી સવારથી ઠંડો પવન નીકળ્યો હોય, લોકો સ્વેટર કે સાલમા લપેટાયને કામ સબબ બહાર નીકળી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/