કિન્નર બની પૈસા માંગતા પુરૂષની હત્યા કરનાર બે આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર

0
87
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ અણિયારી નજીક કિન્નર બની પૈસા માંગતા યુવકની હત્યા કરનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટના રજૂ કરવામાં આવ્યા કોર્ટે બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૨૫ ઓગસ્ટના રોજ માળીયા અમદાવાદ હાઇવે પાસેના અણીયારી ગામની સીમમાથી કોહવાયેલી લાશ મળી આવી હતી. આ લાશ સંજયભાઈ મોહનભાઈ મહવઈ રહે. દદુકા- રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કરનાર રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે.ઓળક તા.લખતર અને સુરેશભાઈ બબાભાઈ ગૌરૈયા રહે. ઢાંકી તા.લખતરવાળાને પોલીસે પકડી પાડ્યા હતા.બાદમાં માલુમ પડ્યું કે બન્ને શખ્સોએ કિન્નર બનેલા મૃતક પુરુષ પાસે બીભત્સ માંગણી કરી હતી. આ પુરુષ તાબે ન થતા તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. જેથી હવે પોલીસ દ્વારા આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/