[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના જણાવ્યા અનુસાર શિવાની સીઝન સેન્ટરથી નવયુગગાર્મેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાની કામગરી ચાલુ હોય તેથી આ રોડ પર જતા વાહનોની આવન- જાવન પર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શનાળા રોડથી આવતા વાહન વ્યવહારને (1)વિજય ટોકીઝથી જુના બસ સ્ટેશનથી અયોધ્યાપુરી રોડથી સ્ટેશન રોડ પર, (2)નવાડેલા રોડથી જુના બસ સ્ટેશનથી મચ્છીપીઠથી આસ્વાદ પાનથી સ્ટેશન રોડ પર, (3)શનાળા રોડથી વિશાલ સ્ટોર પાસેથી અયોધ્યાપુરી મેઈન રોડથી સ્ટેશન રોડ અને (4)શનાળા રોડથી રામ ચોકથી સાવસર પ્લોટ મેઈન રોડથી જુના બસ સ્ટેશનથી સ્ટેશન રોડ તરફ જવા માટે જણાવવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide