[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું રીક્ષા ચાલકો જણાવી રહ્યા છે.
મોરબી શહેરમાં જુદી જુદી જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ આપવાની અને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ નહીં કરવાની માંગ સાથે માળીયા ફાટક પાસે રીક્ષા ચાલકોએ ફરી હડતાલ કરવાનો પ્રયાસ કર્યો હતો આ અગાઉ પણ હડતાલનો પ્રયાસ થયો હતો. તેવામાં આજે પોલીસ દ્વારા નિયમાનુસાર રીક્ષા ચલાવશે તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જે રીક્ષા ટ્રાફિકને નડતરરૂપ થશે તેની સામે જ કાર્યવાહી કરવાની પોલીસે બાહેંધરી આપી હોવાનું રિક્ષાચાલકો જણાવી રહ્યા છે. જેને કારણે હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. વધુમાં હવે રિક્ષાચાલકો દ્વારા નગરપાલિકા સમક્ષ રીક્ષા માટેના પોઈન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide