મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશમા 25થી વધુ દુકાનદારોએ બહાર રાખેલી વસ્તુઓ જપ્ત

0
543
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ વચ્ચે આજે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને 25થી વધુ દુકાનોએ બહાર રાખેલી નડતરરૂપ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તખ્તસિંહજી રોડનું કામ શરૂ હોવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે મોરબીના અનેક રોડ ઉપર છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક રહે છે. આ સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા આજે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શક્તિ ચોકથી લઈ ગેસ્ટ હાઉસ રોડ સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી.25 જેટલાં દુકાનદારોએ બોર્ડ, જારી સહિતની વસ્તુઓ નડતરરૂપ થાય તે રીતે રાખી હતી. આ તમામ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં નગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા હજુ પણ આ રીતે દબાણ હટાવ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/