[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટના તપાસવામાં આવી છે.
મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓરિએન્ટલ કલાસીસ ચલાવતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદી સામે ધો. ૧૨ની વિદ્યાર્થિનીના પરિવારજનોએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા હોવાના આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લંપટ શિક્ષક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બીજીબાજુ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા વારાફરતી મારપીટના આક્ષેપો સાથે શિક્ષકે પણ વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા મારપીટ કરવામાં ઇજાગ્રસ્ત લંપટ શિક્ષક આરોપી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય જ્યાંથી તબિયત સારી થતા પોલીસે આરોપીની કસ્ટડી લઈ તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે આરોપી રવિન્દ્ર ત્રિવેદીને પોલીસ દ્વારા ઓરિએન્ટલ કલાસીસ ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide