[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સિરામિક હબ મોરબી જિલ્લામાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને કારણે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યા મોટી છે સાથે જ દૈનિક હજારો ટ્રક મારફતે રો – મટીરીયલ અને તૈયાર માલની હેરફેરને કારણે અકસ્માતનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. વર્ષ 2022, 2023 અને 2024ના નવેમ્બર માસ સુધીમાં જીવલેણ અકસ્માતોની 897 ઘટનાઓમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 675 લોકો ઘાયલ થયા હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.
સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની તુલનાએ વાહનોની સંખ્યા વધુ હોવાની સાથે વાહન વ્યવહાર પણ વધુ છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારના આવન જાવન માટે શ્રમિકો અને કામદારો ટુ વ્હીલરનો વધુ ઉપયોગ કરતા હોય જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઊંચું રહે છે અને દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવ બનતા રહે છે. આ ઉપરાંત મોરબી અને વાંકાનેરથી પસાર થતા કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરથી માળીયા મિયાણા સુધીમાં જીવલેણ અકસ્માત કાયમી બની ગયા છે. વર્ષ 2022થી વર્ષ 2024ના નવેમ્બર માસ સુધીમાં જ આવા જીવલેણ અકસ્માતોની કુલ 897 ઘટનાઓમાં 619 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો 675 લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના આંકડા સામે આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide