[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આવેદનમાં જણાવાયું હતું કે રીક્ષા ચાલકો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમયથી પોલીસ દ્વારા રિક્ષાચાલકોને ટાર્ગેટ કરી ખોટી રીતે હેરાન કરી રીક્ષાઓ ડીટેઇન કરી પહોંચ આપી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. રીક્ષાઓ લોન ઉપર ચાલતી હોય મહિને લોનના હપ્તા ભરવાના હોય તેમજ પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય પોલીસ દ્વારા રીક્ષા ડીટેઇન કરી રૂ.25,000 જેવા મેમો આપી હેરાન કરવામાં આવે છે.હાલમાં જ એક રીક્ષા ડીટેઇલ કરી મોટો મેમો આપતા અસરફભાઈ નામના રીક્ષા ચાલકે ઝેરી દવા આપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત રીક્ષાચાલકો શાંતિથી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કોઈ આંદોલન કે ઘર્ષણ કરવા ઈચ્છતા નથી. પણ આગામી સમયમાં રિક્ષાચાલકો પરનો અત્યાચાર બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે મુસાફરો હેરાન થશે.તો તેની જવાબદારી તંત્રની રહેશે. તેમ જણાવાયુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide