[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા તેમજ અવાર નવાર દારૂના કેસમા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થઈ
જે અંતર્ગત સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયા ઉવ.૨૯ રહે.મોરબી-૨ ત્રાજપર ચોકડી પાસે અંબીકા સોસાયટી તથા દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ ઇસમ અકરમ મહેબુબશા શાહમદાર ઉવ.૨૨ રહે.મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા પાસા પ્રપોઝલ મંજુર કરી બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મોહન ઉર્ફે શિવમને જુનાગઢ જેલ હવાલે તેમજ આરોપી અકરમને વડોદરા જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલી આપેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide