[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા.
મકર સંક્રાંતિના પર્વ દરમિયાન ઘણી વખત પતંગની દોરીથી ગળા પર ઈજા થવાના અને દોરી વાગવાથી મૃત્યુ થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ધારદાર દોરીથી રક્ષણ મળે તેવા શુભ આશયથી હળવદના સરા નાકા ખાતે ફ્રેન્ડસ્ યુવા સેવા ગ્રુપ, પાટિયા ગ્રુપ અને યુવા ભાજપના સંયુક્ત ઉપક્રમે તપનભાઈ દવેની હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થતા વિપુલભાઈ દવેના આર્થિક સહયોગથી 1100 નંગ સેફ્ટી ગાર્ડ ટૂ- વ્હીલર વાહનોમાં નિઃશુલ્ક લગાડી સેવા અને ભગીરથ કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















