[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર – ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હિન્દૂ આગેવાનોએ કલેકટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા.
માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ગૌવંશની હત્યાઓ વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ જઘન્ય કૃત્યના અપરાધીઓ ઉપર આકરા પગલા લઈ સજા કરવામાં આવે. જે જગ્યાઓ ઉપર આ ઘટના બની છે. ત્યા વર્ષોથી આવી ઘટના તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ વારંવાર ઘટીત થાય છે. તો આવી ઘટનાઓની સમયાંતરે યોગ્ય તપાસ કરી યોગ્ય કરવામાં આવે.
ચીખલીમાં ૧૩ ગૌમાતાની કતલ કરવામાં આવી છે. તેમજ અન્ય ૧૦૦થી પણ વધુ ગૌવંશો મુળ માલીકોને પરત મળ્યા નથી. આ જોતા ગૌમાસ તસ્કરીનું કૌભાંડ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. અને મોટા પ્રમાણમાં ગૌ હત્યા કાંડ અને માંસની તસ્કરી થતી હોય તેવું વિદીત થાય છે. આ કૌભાંડ હિન્દુ સમાજની લાગણી દુભાવે છે. આ સંપુર્ણ કૌભાંડ સાથે જે પણ લોકો સામેલ છે. તેમના પર આકરા પગલા લેવામાં આવે.
મોરબી મહાનગરપાલિકા તથા મોરબી જીલ્લાના તાલુકાઓ તથા તેના ગામોમા મોટા પ્રમાણ કતલખાનાઓ ચાલુ છે. તેમાં મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય, આવા તમામ કતલખાના તથા હાટડાઓ અને રોડ ઉપર ફાટી નીકળેલી માંસ(મટન)ની દુકાનો તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે. જો આ મામલે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો, આવનારા સમયમાં સમગ હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.ગૌ સેવકોના જણાવ્યા મુજબ 100 જેટલી ગાયો હજી ગુમ છે. ગૌ માંસ તસ્કરીનું આ મોટું કૌભાંડ છે. જે મામલે તપાસ કરવામાં આવે. વધુમાં મોરબી શહેરી વિસ્તારમાં જેટલા માસ, મટન અને ઈંડાના હાટડા તેમજ કતલખાના છે તેને સદંતર બંધ કરવામાં આવે. ખાખરેચીના નાંધાભાઈ લાખાભાઈ મેવાડાએ જણાવ્યું કે ગાયોની કતલ આજકાલની થતી નથી. ઘણા સમયથી થાય છે. કઈ સાબિતી ન મળવાથી માલધારીઓ કઈ કરી શકતા ન હતા. અમારી ગાયો ગુમ થઈ જે મેળવવા અમે ગયા ત્યારે અમને ધાક ધમકીઓ મળી હતી. ગૌ હત્યા કરનારાઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide