[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે શખ્સોને ઝડપી પાડી મુદમાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે
મોરબીના લાલપર ગામ નજીક વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઈવરો સુતા હોય દરમિયાન એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી માંથી ત્રણ અજાણ્યા કચ્છી ભાષા ભોલતા આશરે ૩૫-૪૦ વર્ષની ઉમરના માણસો આવી પોતાની ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા ટ્રકના ડ્રાઈવરો જાગી હતા તેઓને પ્રતિકાર કરતા અજાણ્યા માણસોએ છરી બતાવી આશરે ૫૫૦ લીટર ડીઝલની લુંટ કરી હતી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળા સાહેદોની ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ કુલ ડીઝલ લીટર ૭૫૦ કીમત રૂ.૬૭૫૦૦ ની લુંટ કરી નાશી ગયા હોવાની ફરિયાદ સંજયભાઈ ગોવિંદભાઈ ચાવડા એ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide