[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ભુપતભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. પરશુરામ ધામમાં અવનવા વિકાસના આયામ સ્થાપિત કરવા થોડા સમય પહેલા તબિયત નાદુરસ્ત થતા એમને જવાબદારીમાંથી મુક્ત થવા ટ્રસ્ટી મંડળમાં પ્રસ્તાવ મુકતા આજે પરશુરામ ધામમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા પણ અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા હોય અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે નવનિયુક્ત પ્રમુખ હસુભાઈ પંડ્યાને સૌ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide