[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત બીજી સંસ્થાઓને પણ અઢળક દાન મળ્યું છે.
મોરબી જિલ્લામાં ગૌ સેવા કરતી સંસ્થાઓએ મકરસંક્રાંતિ નિમિતે અનેક સ્થળોએ સ્ટોલ રાખ્યા હતા. મકરસંક્રાંતિએ ગૌસેવા માટે દાન કરવાનું વર્ષોથી મહત્વ છે. ત્યારે મોરબીમાં એક જ દિવસમાં ગાયો માટે રૂ.1.5 કરોડનું અનુદાન થયું હતું. મોરબી પાંજરાપોળએ 42 જગ્યાએ સ્ટોલ રાખ્યા હતા. જેમાં રૂ.75.81 લાખનું અનુદાન મળ્યું હતું. અંધ અપંગ ગૌશાળા વાંકાનેર એ 56 જગ્યાએ સ્ટોલ રાખ્યા હતા. જેમાં રૂ. 60 લાખનું અનુદાન મળ્યું હતું. ખાખરેચી પાંજરાપોળએ 20 જગ્યાએ સ્ટોલ રાખ્યા હતા. જેમાં રૂ. 15 લાખનું અનુદાન મળ્યું હતું. આવી જ રીતે માધવ ગૌશાળા રવાપરએ 9 જગ્યાએ સ્ટોલ રાખ્યા હતા. જેમાં રૂ. 5.5 લાખનું અનુદાન મળ્યું હતું. આમ જિલ્લાભરમાં અનુદાનની સરવાણી વહી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide