[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો. બીજી તરફ અનેક પક્ષીઓએ દોરીમાં આવી જતા ઘાયલ પણ થયા હતા.
મોરબીમાં ગઈકાલે મકરસંક્રાંતિએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત ધમધમતું રહ્યું હતું. 150 જેટલા યુવાનોની ટિમ મોજ-મજા છોડી પક્ષીઓના જીવ બચાવવાની સેવામાં લાગી હતી. ગઈકાલે અહીં 120 જેટલા ઘાયલ પક્ષીઓ આવ્યા હતા. આ ઉપરાંત આજે પણ 25 જેટલા ઘાયલ પક્ષીઓ આવ્યા છે. આ તમામ કબૂતર હતા. આમાંથી 22 જેટલા કબુતરોના મોત નિપજ્યા છે. બાકીના કબૂતરોની સારવાર કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide