રાજકોટ : હાલ રાજકોટમાં સોની વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલુ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સાઓ હવે સામાન્ય થઇ ગયાં છે. વધુ એક વેપારીનું રૃા. ૧.૦૮ કરોડનું સોનુ લઇ ચાર બંગાળી કારીગરો ભાગી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
જાગનાથ પ્લોટ શેરી નં. ૧૨માં શિવ પેલેસ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા નિરજભાઈ ગિરીશભાઈ ધાનક (ઉ.વ.૪૨) કરણપરા ગરબી ચોક પાસે જીકેડી જ્વેલર્સ પ્રા.લી. નામે સોનાના દાગીના બનાવવાનું કારખાનુ છેલ્લા ૧૩ વર્ષથી ધરાવે છે. તેના કારખાનામાં ૪૦ જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. જેમાંથી પ્યાસ કાંતિ તરૃણ પંડિત છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે. તેને ગઇ તા. ૭ નવેમ્બરથી ૯ ડીસેમ્બર દરમિયાન સોનાની બંગડી બનાવવા માટે ૮૫૬૯.૭૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનુ આપ્યું હતું.
જેમાંથી તેણે ૭૭૪૯.૭૧૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. જ્યારે રૃા. ૬૦.૮૮ લાખની કિમતનું ૮૨૦ ગ્રામ સોનુ લેવાનું હજી બાકી હતું. બીજો કારીગર અનિસૂર સાબિદઅલી રહેમાન તેના કારખાનામાં છેલ્લા ચારેક વર્ષથી કામ કરે છે. તેને ગઇ તા. ૭ નવેમ્બરથી લઇ ૯ ડીસેમ્બર દરમિયાન સોનાની બંગડી બનાવવા માટે ૧૧૫૩૯.૫૧૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ આપ્યું હતું. જેમાંથી ૧૧૪૫૨.૧૫૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. તેની પાસેથી હજુ રૃા. ૬.૪૫ લાખનું ૮૭ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું.
ત્રીજો કારીગર અસીમ અજય મંડલ તેના કારખાનામાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે. તેને પણ ગઇ તા. ૭ નવેમ્બરથી લઇ ૯ ડીસેમ્બર સુધીમાં ૪૩૮૦.૦૧૦૦૧૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ આપ્યું હતું. જેમાંથી ૪૧૧૪.૦૧૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. હજુ તેની પાસેથી રૃા. ૧૯.૭૪ લાખનું ૨૬૬ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું.
જ્યારે ચોથો કારીગર રહીમઅલી રજાબઅલી છેલ્લા આઠેક વર્ષથી કામ કરે છે. તેને પણ ગઇ તા. ૭ નવેમ્બરથી લઇ તા. ૯ ડીસેમ્બર સુધીમાં ૧૭૯૫૦.૫૮૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ બંગડી બનાવવા માટે આપ્યું હતું. જેમાંથી તેણે ૧૭૬૫૬.૫૮૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. જ્યારે તેની પાસેથી હજુ રૃા. ૨૧.૮૨ લાખનું ૨૯૪ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું.આ દરમિયાન આ ચારેય કારીગરોએ મોબાઇલ ફોન પણ બંધ કરી દીધા હતા. એટલું જ નહીં ઘરે જઇ તપાસ કરતાં જતા રહ્યાની માહિતી મળી હતી. જેથી તમામ વિરૃધ્ધ આજે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચારેય કારીગરો રૃા. ૧.૦૮ કરોડની કિમતનું ૨૨ કેરેટનું ૧૪૬૭ ગ્રામ સોનુ ઓળવી ગયા હતા. ચારેય કારીગરો મૂળ પશ્ચિમ બંગાળના છે. જેમાંથી પ્યાસ કાંતિ વર્ધમાનનગર શેરી નં.૩, અનિસૂર વાણીયાવાડી ગાર્ડન પાસે, અસીમ જિલ્લા ગાર્ડન ચોક પાસે અને રહીમઅલી રામનાથપરા શેરી નં. ૬માં રહે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide