રાજકોટ કલેક્‍ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં દિવ્‍યાંગ સાધન સહાય મુલ્‍યાંકન કેમ્‍પ

0
21
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ : દિવ્‍યાંગોને તેમના વિસ્‍તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્‍યથી  જિલ્લા કલેક્‍ટર  તંત્ર દ્વારા  દરેક તાલુકામાં દિવ્‍યાંગ સાધન સહાય મુલ્‍યાંકન કેમ્‍પ યોજાઈ રહ્યા છે. જે અન્‍વયે રાજકોટમાં ગઇકાલે ગુરુવારે જૂની કે. ટી. ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલ ખાતે દિવ્‍યાંગ સાધન સહાય મૂલ્‍યાંકન કેમ્‍પ યોજાયો હતો. જેનો વોર્ડ ૧ થી ૭ના ૪૦૦થી વધુ દિવ્‍યાંગોએ લાભ લીધો હતો.

રાજકોટ  પ્રાંત-૧  શ્રી ચાંદની પરમારની યાદીમાં જણાવ્‍યા પ્રમાણે,  દિવ્‍યાંગ લાભાર્થીઓને નિઃશુલ્‍ક સહાયક ઉપકરણ મળી રહે, તેવા ઉદેશ્‍ય સાથે જિલ્લા કલેક્‍ટર શ્રી ઙ્કભવ જોષીના માર્ગદર્શનમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય ભારતની એ.ડી.આઈ.પી. સ્‍કીમ હેઠળ દિવ્‍યાંગ સાધન સહાય મૂલ્‍યાંકન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે આગામી બે દિવસ સુધી ચાલશે. અલીમ્‍કો-ઉજ્જૈનના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  કે.ટી. ચિલ્‍ડ્રન હોસ્‍પિટલ, ખાતે નિઃશુલ્‍ક દિવ્‍યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્‍ટ કેમ્‍પ યોજાયો હતો. જેમાં  શહેરના વોર્ડ નંબર ૧થી ૭ના કુલ ૪૨૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ૧૫૯ લાભાર્થીઓના નવા ડોક્‍ટરી સર્ટી/UDID ઇસ્‍યુ કરવામાં આવ્‍યા. જ્‍યારે બે PMJAY  કાર્ડ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત ૦૩ આભા કાર્ડ ઈશ્‍યૂ કરવામાં આવ્‍યા હતા. આ સાથે આવકના ૨૨૩ દાખલા કાઢવામાં આવ્‍યા હતા.

એલિમ્‍કો દ્વારા મોટરાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્‍હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્‍ટિક, હિયરિંગ એડ, સુગમ્‍ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સેલ ફોન, ADL કીટ, ફોલ્‍ડેબલ વોકર, જોયસ્‍ટીક વ્‍હિલચેર, ટ્રીપોડ સાઇઝ વગેરે ૨૬૫ લાભાર્થીઓને સહાયક ઉપકરણ મંજુર કરવામાં આવ્‍યા છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૨૨ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભો મંજુર કરવામાં આવ્‍યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/