મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

0
104
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે

આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા બિલ્ડર્સ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રા તથા તેમના પરિવાર દ્વારા આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે યજ્ઞ નારાયણના દર્શન તેમજ ધૂન ભજન અને ભોજન નો મહાપ્રસાદ પણ યોજાશે આ પ્રસંગને રૂપરેખા મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૫ થી શરૂ થતા આ પ્રસંગમાં તારીખ ૩૧ ના રોજ રવાપર રોડ મુકામે આવેલ ગોપાલભાઈ કસુન્દ્રા પરિવારના આંગણે શાસ્ત્રીનગર ઘંટી ની બાજુમાં યજ્ઞનો પ્રારંભ થશે જેનો સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ તેમજ બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે આ પ્રસંગ દરમિયાન તારીખ ૧-૨-૨૦૨૫ ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે શ્રી બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ તા. ૨-૧-૨૦૨૫ ને સાંજે ૫:૩૦ કલાકે થયા બાદ સાંજે ૭:૦૦ કલાકે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ હોવાનું કાસુન્દ્રા પરિવાર દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/