[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] રાજકોટ: હાલ બુટલેગરો પોલીસ સામે પણ થવા લાગ્યાં હોય તેમ રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો.
હું નવા થોરાળાનો ગૌરવ ડોન છું, બધી પોલીસ મારા હાથમાં છે, આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું કહીં નશામાં ધૂત શખ્સે કબાટ અને ખુરશીમાં માથા ભટકાવ્યા તેમજ પીસીઆર ઈન્ચાર્જનો કાઠલો પકડી લીધો હતો. બનાવની જાણ થતાં મોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીની અટક કરી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવ અંગે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ખીમસૂરીયા (રહે. નવા થોરાળા) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide