મોરબીના જાણીતા યશસા જન્માક્ષરમ્ વાળા પરમ શ્રધ્ધેય કિશનભાઈ પંડયા ના જણાવ્યાનુસાર
હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી
શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો મૂહુર્ત ઉદ્ઘાટન કાર્યો કરવા
માટે નિષેધ માનવામાં આવે છે ધર્મ સિંધુ ગ્રંથ પ્રમાણે તેમજ જ્યોતિષના નિયમ અનુસાર
હોલિકા દહન માટે પૂર્ણિમાના સાંજના સમયે પ્રદોષકાળનું મહત્વ હોવાથી તા.૧૩ માર્ચ
ગુરુવારે સાંજે ૬.૫૫ થી ૮.૨૪ અમૃત ચોઘડિયા અથવા ૮.૨૪ થી ૯.૫૫ સુધી ચલ ચોઘડિયા
દરમ્યાન થઈ શકશે 13 માર્ચના ગુરુવારે ચૌદસના દિવસે સવારે ૧૦:૩૭થી પૂર્ણિમા તિથિની
શરૂઆત થાય છે જે ૧૪માર્ચ શુક્રવારે બપોરે ૧૨:૨૫ સુધી પૂનમ તિથી રહેશે તેથી ગુરૂવાર
ચૌદસના દિવસે તા.૧૩માર્ચ સાંજના પ્રદોષકાળનું મહત્વ હોવાથી સાંજના સમયે પૂનમ તિથિ
હોવાથી હોલિકા દહન થશે જ્યારે ધુળેટી તા.૧૪માર્ચ શુક્રવારના દિવસે મનાવાશે ત્યારબાદ
૧૪માર્ચ શુક્રવાર સાંજે ૬.૫૧થી એક મહિના માટે કમુરતા શરૂ થશે જે 13 એપ્રિલ રવિવાર ચૈત્ર
વદ એકમ સુધી ચાલશે એક મહિના દરમિયાન લગ્નના શુભ મુહૂર્તો જનોઈ સગાઈ તેમજ
માંગલિક કાર્ય પર બ્રેક લાગશે તેમજ દેવકાર્યો જેવા કે લઘુરુદ્ર અભિષેક ચંડીપાઠ હોમ હવન
જય દાન વગેરે દેવ કાર્યો થઈ શકશે .
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide