પૂર્વ ધારાસભ્યની સફળ રજુઆત બાદ મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત

0
200
/
જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક

મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. એવા સંજોગોમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આ વાત ધ્યાને આવતા પાંચ વરસ પૂર્વેથી શરૂ કરેલી એમની ઉચ્ચ કક્ષાની સફળતા પૂર્વકની રજુઆત બાદ નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત થઈ છે.

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આશરે પાંચેક વર્ષ અગાઉ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવા અને પ્રજાજનોની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી. આ બાબતે સતત ફોલોઅપ લઈ રહ્યા હતા. ગુજરાતની મામલતદારની બઢતી બદલીની આજની યાદીમાં મોરબી સીટી મામલતદારની નવી કચેરી મોરબીમાં પ્રારંભ થઇ રહ્યા છે. ત્યારે મોરબી સીટીના પ્રથમ મામલતદાર તરીકે જી.એચ.રૂપાપરાને મુકવામાં આવ્યા છે. તેઓને પૂરતો સ્ટાફ પણ ફાળવવામાં આવશે. મોરબી શહેર ઉપરાંત મોરબીની આસપાસના ૧૦ ગામોની કામગીરી આ કચેરીમાં થશે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારની કચેરીઓ અલગ થઈ જતાં ખેડૂતોને સ્પર્શતા કામો અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ કે અન્ય પ્રમાણપત્રોને લગતા કામો આસાન થશે અને સામાન્ય જનતાની સુવિધામાં ખૂબ વધારો થશે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/