મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ છે.
મુખ્યમંત્રી 26મીએ રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મોરબી પધારવાના છે. મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે બપોરે 2 વાગ્યે કાર્યક્રમ યોજવામાં આવશે. આ વેળાએ કરોડોના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. કાર્યક્રમને આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર તૈયારીઓમાં ગળાડૂબ થયું છે. વધુમાં કાર્યક્રમ બપોરે 2 વાગ્યે હોય, હાલ તડકાનું જોર પણ વધ્યું છે. તેવામાં ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં જનમેદની એકત્રીત થવાની છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide