મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક એક રીક્ષા કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના દલવાડી સર્કલ નજીક સવારના સમયે કેનાલના ઢાળ ઉપર રીક્ષા ઉભી રાખી એક રિક્ષાચાલક માવો ખાવા ઉભા રહ્યા હતા. ત્યાં રીક્ષા સીધી ઢાળ ઉપરથી ઉતરીને કેનાલમાં ખાબકી હતી. રિક્ષામાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કેનાલમાં પાણી ન હોવાથી મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide