મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને જોઈ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
મોરબી શહેરની યુવતીને છેલ્લા એકાદ વર્ષથી પરેશાન કરનાર આરોપી મેહુલભાઈ હરસુખભાઇ જિલરીયાએ બે દિવસ પૂર્વે અવની ચોકડી સુધી યુવતીનો પીછો કરી હાથ પકડી લઈ મોબાઈલ નંબર આપવા જણાવી ફ્રેન્ડશીપ માટે પ્રપોઝ કરતા યુવતી હિંમત ઝુટાવી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધો હતો. જો કે, પોલીસે આરોપીને અટકાયતમાં લીધો ત્યારે આરોપી નશામાં હોવાનું સામે આવતા વધુ એક ગુંન્હો નોંધ્યો હતો. દરમિયાન રવિવારે સાંજે મોરબીની અવની ચોકડીએ બનાવ સ્થળે લઈ જઇ પોલીસે આરોપી પાસે રિકન્સ્ટ્રેકશન કરાવતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide