વાંકાનેર : હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાહદારીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ 5 જગ્યાએ પાણીના પરબની શરૂઆત કરવામાં આવી છે.
તારીખ 23 માર્ચ ને રવિવારના રોજ અમિત ટ્રેડર્સ ખાતે કોમલબાઈ મહાસતીજીના સુવચન સાંભળીને પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ 5 જગ્યા જેમાં મેઈન બજાર રોડ પર અમિત ટ્રેડર્સ ખાતે, તાલુકા શાળા નંબર 1ની સામે ઠક્કર પ્રોવિઝન સ્ટોર ખાતે, રસાલા રોડ પર ભાવિકા શોપ ખાતે, દાણાપીઠ ચોક પાસે અજય ટ્રેડર્સ ખાતે અને જીનપરા મેઈન રોડ પર આદ્યશક્તિ ટેલિકોમ ખાતે પીવાના પાણીની પરબની શરૂઆત કરવામાં આવી છે. આ વખતે 4 મહિના જેટલો સમય આ પરબ ચાલુ રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા ઉનાળામાં ઠંડા પાણીની પરબની સેવા શરૂ કરવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide