મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા બાબતે સોસાયટીની મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી શોભેશ્વર મંદિર નીચે અંદાજે 300 થી 400 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટીના રોડ રસ્તાની કામગીરી કરવાની હોવાથી રોડ રસ્તા ખોદવામાં આવ્યા હતા. જેના કારણે સોસાયટીના રહીશો, વડીલો અને બાળકોને સ્કૂલે જવામાં અને મંદિરે જવામાં તકલીફ પડે છે. તેમજ રોડ રસ્તા ન હોય ત્યારે કોઈ વડીલ બીમાર પડે તો 108 મારફતે અન્ય જગ્યાએ લઈ જવાના હોય તો કોઈપણ વાહન સોસાયટીમાં આવી શકે તેમ નથી. આ કારણે વરસાદની સિઝનમાં ખૂબ ગંદકી થાય છે અને અતિશય વરસાદી પાણી ભરાય જાય છે અને લોકોને અવરજવરમાં તકલીફ પડે છે. ત્યારે આ સમસ્યાનો નિકાલ કરવા તેમજ ઘટતા પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide