હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9 આરોપીઓ 7.58 લાખની રોકડ તેમજ કાર સહિત 9.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન જુગાર કલબનો સંચાલક એવો વાડી માલિક હાજર નહિ મળી આવતા પોલીસે દસ આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આરોપી બચુભાઇ જીવરાજભાઈ સંઘાણીએ પોતાની વાડીમાં જુગારધામ શરૂ કરી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા વાડીમાં જુગાર રમી રહેલા આરોપી (1)દિલીપભાઇ ઉર્ફે અમુ કરશનભાઇ વામજા (2) શંકરભાઇ બેચરભાઇ લોરીયા રહે. નવા ઘનશ્યામગઢ (3) નીતેશભાઇ રતીલાલભાઇ આદ્રોજા રહે. મહેન્દ્રનગર મોરબી (4) કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા રહે ગામ જીવા તા.ધાંગધ્રા (5) કેશુભાઇ બાબુભાઇ થળોદા રહે ગામ રણમલપુર (6) મુકેશભાઇ ગોરધનભાઇ કૈલા રહે. નવા ઘનશ્યામગઢ (7) રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ રહે ગામ કોંઢ તા.ધાંગધ્રા (8) સુરૂભા હનુભા ચૌહાણ રહે. કોંઢ તા.ધાંગધ્રા અને (9) હરેશભાઇ અગરસંગભાઇ પરમાર રહે. સરા તા. મુળી નામના શખ્સો રોકડા રૂપિયા 7,58,500 તેમજ એક કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 9,58,500ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક અને જુગારધામનો સંચાલક એવો આરોપી બચુભાઇ જીવરાજભાઇ સંઘાણી, રહે. નવા ઘનશ્યાગઢ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide