મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે વીસીપરાના ભીમરાવનગરમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અગાઉ અનેકવાર અધિકારીઓને રજુઆત કરી છે. ધારાસભ્યને પણ રજુઆત કરી છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે તેઓ દ્વારા મહાપાલિકામાં ફરી રજુઆત કરવામાં આવી છે. અધિકારીએ એમ કહ્યું કે ત્યાં વિઝિટ કરી કામ કરવામાં આવશે. પણ આ પ્રશ્નનો હલ આવે તેવું લાગી રહ્યું નથી. એટલે હવે સમસ્યા હલ નહિ થાય તો આ વિસ્તારના સ્થાનિકો આત્મવિલોપન કરશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide