માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

0
5
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ આગામી તારીખ ૧૨ સપ્ટેમ્બર થી શરૂ થશે. જેમાં પદયાત્રીકો માટે આરામની વ્યવસ્થા, ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા, ઠંડા પીણા, મેડિકલ સુવિધા, મોબાઇલ ચાર્જર સુવિધા સહિતની સુવિધાઓ આપવામાં આવશે.આ કેમ્પને સફળ બનાવવા દેવ સોલ્ટ, પટેલ વિજય ટીમ્બર માર્ટ, રંગોલી લેમીનેટ, શંકર ટ્રેડર્સ, શંકર વુડલેમ, દિલીપસિંહ જાડેજા, દયારામભાઈ ડાયાણી, અશ્વિનભાઈ માકડીયા, વેલાભાઈ આહીર, હરેશભાઈ વિડજા અને ભાવેશભાઈ પટેલ સહિતના જહેમત ઊઠાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/